વલસાડમાં ખરીદી કરી પુરતા રૂપિયા ચુકવવા બાબતે ધમકી આપતા ફરિયાદ
- byDamanganga Times
- 29 January, 2026
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ ઍસટી ડેપો સામે ગોલ્ડન ચાયવાલા નામ ની દુકાન આવેલી છે ગઈકાલે રાત્રે આ ગોલ્ડન ચાયવાલા નામની દુકાનમાં ઍક વ્યક્તિ ઍ પાણીની બોટલ ચા વગેરે મળી કુલ ૪૬૦ નો સામાન લીધા બાદ તેને ૧૫૦ રૂપિયા આપી ચાલતી પકડતા દુકાનદારે તેની પાસે પોતાના બિલની માંગણી કરતા દુકાનદારે જણાવ્યું કે લાયસન્સની માંગણી કરી હતી અને ૅતારો વરઘોડો કાઢવો પડશે, સવારે ૧૨ વાગ્યે પોલીસ સ્ટેશન આવી જજે તેવી ધમકી આપી ગાળાગાળી કરી હતી. દુકાનમાં આવેલા ઍક અન્ય ગ્રાહકે તેને આ પોલીસ નહીં પરંતુ વલસાડની જાણીતી નવરંગ લસ્સી ના માલિક હોવાનું જણાવતા વલસાડ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ ચાયવાલા ઍ સામાન લઈ જનાર નવરંગ લસ્સીના માલિક સામે ફરિયાદ અરજી આપી છે.
