Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં ચોરાયેલા બાઈક સાથે ઍક ઝડપાયો

વાપીમાં ચોરાયેલા બાઈક સાથે ઍક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસ દ્વારા આજે વાપી જીઆઇડીસી, પો.સ્ટે.ના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સંડોવાયેલ ઇસમને ચોરીની સ્પ્લેન્ડર મો.સા. સાથે ઝડપી  પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસ વિભાગની ટીમ વાપી પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ ખોડિયાર હોટલ સામેના સર્વિસ રોડ ઉપર ઍક હીરો હોન્ડા મોટરસાયકલ લઈને અજાણ્યા ઈસમ શંકાસ્પદ રીતે ફરી રહ્ના છે. આથી ઍલસીબી પોલીસે બાદમી વાળા સ્થળે વોચ રાખી હીરો હોન્ડા બાઇક ચાલકને રોકી તેની પૂછપરછ કરતા તેનું નામ બસ્વજિત બીસોન રાજેસિંગા ઉંમર વર્ષ ૨૨ રહે ડાભેલ ગોલ્ડન બારની સામે આવેલ જીતેન્દ્રભાઈની ચાલમાં મૂળ રહે આસમ દ્વારા આ બાઈક નંબર સ્ત્રિં્ ૧૫ ર્ીશ્ર ૨૬૧૧ના ઓરીજનલ ડોક્યુમેન્ટ માંગતા તે આપી નહીં શકતા અને તેમણે આ બાઈક ચોરીનું હોવાનું જણાવતા પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી તપાસ કરતા વાપી ઉદ્યોગ નગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ ચોરાયેલું આ બાઈક હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી ઉદ્યોગ નગર પોલીસ મથકમાં સોપાયો છે.