Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાંથી યુવતી રહસ્યમય રીતે ગુમ

ધરમપુરમાંથી યુવતી રહસ્યમય રીતે ગુમ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૨૮ ઃ ધરમપુર તાલુકાના માકડબન જામનપાડા ફળિયામાં રહેતા ખેડૂત રમેશભાઈ રાવજીભાઈ ભુસારા (ઉંમર ૪૫ વર્ષ) દ્વારા તેમની ૧૮ વર્ષની પુત્રી હિતલબેન ગુમ થયાની સત્તાવાર નોંધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવી છે.

પરિવારના જણાવ્યા મુજબ તા.૨૫/૦૧/૨૦૨૬ની રાત્રે પરિવારજનો ભોજન બાદ પોતાના ઘરમાં સુઈ ગયા હતાં. મધરાત્રિ દરમિયાન પરિવારની દાદી જાગી જતા હિતલબેન પોતાની પથારીમાં જોવા મળી નહોતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા ઘર આસપાસ, ફળિયામાં તથા સગા-સંબંધીઓ અને ઓળખીતાઓ પાસે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. છતાં હિતલબેન અંગે કોઈ માહિતી મળી નહોતી.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પરિવારજનોઍ તા.૨૭/૦૧/૨૦૨૬ ના રોજ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાવી છે. હાલ પોલીસ દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાની માહિતી પ્રા થવા મામી છે.