પારનેરા તળેટીમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડના પારનેરા ડુંગરની તળેટીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી અડધી ડી-કમ્પોઝ થયેલી લાશની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે લાશ પાસેથી મળેલા મોબાઈલ ફોન અને પાકીટના આધારે તપાસ કરતાં મૃતકની ઓળખ થઈ છે. પોલીસે લાશ પાસેથી ઍક મોબાઈલ ફોન અને પાકીટ જ કરી આજુબાજુના વિસ્તારમાંથી જરૂરી પુરાવાઓ ઍકત્રિત કરી ઍફઍસઍલ ટીમની મદદથી પોલીસે મળેલા મોબાઈલના આધારે ઝીણવટભરી તપાસ કરતાં મૃતકની પત્નીનો સંપર્ક થયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતકની ઓળખ તુલાઈ સિંગ તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક ગુમ તા. ૦૬/૦૧/૨૦૨૬ વલસાડ સિટી પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. પત્નીઍ લાશની ઓળખ કરી હતી. જોકે, લાશ ડી-કમ્પોઝ હાલતમાં હોવાથી વધુ પુષ્ટિ માટે વલસાડ રૂરલ પોલીસ દ્વારા ડીઍનઍ સેમ્પલના આધારે લાશની અંતિમ ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
