વાપીમાં રસ્તા તેમજ અોવર-અન્ડર બ્રીજાની કામગીરીથી લોકો ત્રાહીમામ
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી શહેરમાં ઠેર ઠેર રસ્તા ખોદી નવા બનાવવાની કામગીરી તેમજ રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજની કામગીરીને લઈ ભારે ટ્રાફિકથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન બન્યા છે.
વાપીમાં છેલ્લા ઘણા વર્ષોથી રેલવે ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનાવવાની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી જવા પામી હતી પરંતુ હાલમાં વાપી મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી માર્ગથી નવા રેલવે અંડર બ્રિજ સુધીના માર્ગ ઉપર આરસીસી રોડ બનાવવાની કામગીરી ઍક તરફ કરવામાં આવી રહી છે સાથે વાપી ઝંડા ચોકથી જીઍસટી ભવન સુધીના માર્ગ ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈ પાંચ દિવસ માટે રસ્તો બંને તરફનો બંધ રાખવામાં આવતા વાપી રેલવેના હંગામી ફાટકથી ઝંડાચોક થઈ ટાઉનમાં આવતા વહનચાલકો તેમજ દમણ તરફથી આવતા વહનને અહીં રસ્તો બંધ કરવાને લઈ કસ્ટમ રોડથી જનસેવા હોસ્પિટલ સર્કલ થઈ રીંગરોડ તેમજ હનુમાન મંદિર તરફ જવાના માર્ગ ઉપરથી પસાર થતા હોય છે. જેને લઇ આ માર્ગ ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થવા પામી છે. જેને લઇ વહનચાલકો તેમજ સ્થાનિક લોકો અને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. જોકે આગામી દિવસોમાં આ રસ્તાઓ બની જશે ઍટલે ટ્રાફિકની સમસ્યા દૂર થશે પરંતુ વહીવટી તંત્ર દ્વારા ઍક રસ્તો સંપૂર્ણ બન્યા બાદ જ બીજો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવી જોઈઍ તેવું આયોજન કરવાની જરૂર છે. જો આવું આયોજન કરવામાં આવે તો રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા દૂર થશે.
