વલસાડ સિવિલમાં મહિલાની લાશ કોલ્ડ સ્ટોરેજમાં મુકી પતિ (?) લાપત્તા
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડની સિવિલ હોસ્પિટલમાં તા. ૦૫/૦૧/૨૦૨૬ના રોજ ૨/૧૫ કલાકે ૪૦ વર્ષીય લક્ષ્મી રવિ પાટીલ સારવાર દરમિયાન મોતને ભેટી હતી. જેથી સિવિલ હોસ્પિટલના તબીબે તેના પતિને કોઝ ઓફ ડેથ લખી આપ્યુ હતું ત્યારબાદ તેમનો પતિ લાશને સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મુકી ક્યાંક જતો રહ્ના હતો.
છેલ્લા ૧૫ દિવસથી તેનો પતિ લાશનો કબજો લેવા આવ્યો નથી. તેમનું સરનામુ ન હોવાથી આ બિનવારસી લાશના વાલી વારસો મળી આવ્યા નથી. મૃતક લક્ષ્મી રવિ પાટીલ ચાર ફૂટ આઠ ઈંચ ઉંચાઈ, ઘઉવર્ણ અને લંબગોળ આકારનો ચહેરો ધરાવે છે. મૃતક મહિલાઍ શરીરે પીળા કલરની બ્લાઉઝ તથા પીળા કલરની ફૂલવાળી સાડી પહેરી હતી. માથે ભુરા અને કાળા કલરના લાંબા વાળ છે. જે કોઈને પણ આ અજાણી મહિલાના વાલી વારસોની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
