Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરામાં શ્રી અહીર સુવર્ણકાર સમાજનો વાર્ષિક મહોત્સવ યોજાયો

બીલીમોરામાં શ્રી અહીર સુવર્ણકાર સમાજનો વાર્ષિક મહોત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૮ ઃ શ્રી અહીર સુવર્ણકાર સમાજ દ્વારા વર્ષ ૧૯૭૪ થી ચાલી આવતી સામાજિક સેવાની પરંપરાને વેગ આપતા, વાર્ષિક મહોત્સવની સોમવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના સાંસ્કૃતિક ભવન ખાતે નવનિર્મિત લિફટનું લોકાર્પણ કરી દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુવા પેઢીને સામાજિક જવાબદારી ઉપાડવા આહ્વાન કરવાની સાથે મહિલા મંડળ દ્વારા સામાજિક જાગૃતિનો પ્રેરક સંદેશ પણ આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૮માં સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટિત થયેલા કૈ. ચિંતામણી માવજી શેઠ આર્ય (બીરારી) સાંસ્કૃતિક ભવનમાં આઠ વર્ષ બાદ લિફટની સુવિધા કાર્યરત થતા વડીલો અને શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે. કાર્યક્રમ દરમિયાન પ્રમુખ દીપકભાઈ દુશાનેઍ યુવાનોને સમાજના કાર્યોમાં સક્રિય થવા સલાહ આપી હતી. વિશેષરૂપે, ઍકતા મહિલા મંડળના પ્રમુખ સુચેતાબેન દુશાનેઍ વર્તમાન સમયમાં બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી ગુડ ટચ અને બેડ ટચ વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપી વાલીઓને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.
 આ મહોત્સવમાં મહિલા મંડળ દ્વારા પરંપરાગત હલ્દી-કંકુનો કાર્યક્રમ યોજાયો હતો. લિફટના મુખ્ય દાતા ચંદ્રકાંતભાઈ આર્ય અને -મીલાબેન આર્ય સહિતના મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. પ્રસંગે મંત્રી કૈલાશ સોની, અરુણ દુસાને, સંજય આહીરરાવ, સંતોષ દુસાને તેમજ મહિલા મંડળના મંત્રી અંજુબેન આહીરરાવ ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રત્નાકર દુશાને, અશોક દુશાને અને વસંતભાઈ દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું.