વઘઈ પ્રીમિયર લીગ સીઝન-૪ માં દીપ ઇલેવન જામલાપાડાનો ભવ્ય વિજય
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૮ ઃ ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના રમતપ્રેમીઓ માટે અનેરું આકર્ષણ ધરાવતી વઘઈ પ્રીમિયર લીગ સીઝન-૪ (ષ્ભ્ન્-૪) નું ભવ્ય આયોજન વેદરાજ સ્પોર્ટ્સ ક્લબ અને લોટસ નાનાપાડા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યુ હતુ.
નાનાપાડાના રમત ગમત મેદાન ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટ તા. ૧૭/૦૧/૨૦૨૬ થી તા. ૨૬/૦૧/૨૦૨૬ દરમિયાન રમાઈ હતી, આ ટુર્નામેન્ટમાં વેદરાજ સ્પોર્ટ્સ ક્લબ (કમલેશ ભોયે), લોટસ નાનાપાડા (ગૌરવ ગાઇન), ચિખલદા સુપર કિંગ્સ (સુનીલ ખુરખૂટિયા), જેનીશા ઇલેવન (બીપીનભાઈ), સનરાઇઝર્સ સાદડમાળ (સુનિલભાઈ), ચિંચોડ ટાઇટન્સ (રોહન પટેલ), જય માતાજી ણ્ભ્ (મિનેશ ગાવીત), દીપ ઇલેવન જામલાપાડા (દીપકભાઈ), લાયન હાર્ટસ (બંટી ભાઈ) અને નિર્ભય ઇલેવન (રમેશ કુંવર) જેવી ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ટુર્નામેન્ટનો શુભારંભ તા. ૧૭ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ કલાકે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે કરવામાં આવ્યો હતો.
૧૦ દિવસ સુધી ચાલેલી આ ટુર્નામેન્ટ દરમિયાન કુલ ૪૫ હાઈ-વોલ્ટેજ મેચો રમાઈ હતી, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.લીગ મેચોના અંતે પોઇન્ટ ટેબલની સ્થિતિ જોતા વેદરાજ સ્પોર્ટ્સ ક્લબ પ્રથમ ક્રમે અને નિર્ભય ઇલેવન વઘઈ બીજા ક્રમે રહી હતી, આ આખી ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મેન ઓફ ધ મેચની ટ્રોફી સાકરપાતળ બ્લડ બ્લુ હોસ્પિટલના ડો. રોહિત શર્મા દ્વારા પ્રદાન કરવામાં આવી હતી. અંતિમ દિવસે આયોજિત ઇનામ વિતરણ સમારોહમાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, બળવંતભાઈ દેશમુખ, શ્રાવણ ભાઈ ગાઈન, ગંગારામભાઈ ભોયે અને ડો. રોહિત શર્માઍ વિજેતા ટીમોને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.
