બીલીમોરાના આંગણે પ્લાસ્ટિક બોલ ક્રિકેટ રમાઈ
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૮ ઃ શહેરના ખાડા વિસ્તારમાં આવેલા મેદાન પર સોમવારે ઍક દિવસીય ધ્ભ્ન્ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી શરૂ થયેલા આ ખેલ મહાકુંભમાં ક્રિકેટ પ્રેમીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને ૪-૪ ઓવરની ફટાફટ ક્રિકેટ મેચોઍ પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા.
ઝડપી રમત, રોમાંચક પરિણામ સામાન્ય રીતે લાંબી ચાલતી મેચો કરતા આ ટુર્નામેન્ટમાં માત્ર ૪ ઓવરની મર્યાદા રાખવામાં આવી હોવાથી મેચના પરિણામો ખૂબ જ ઝડપથી આવ્યા હતા. દરેક બોલ પર રન લેવાની મથામણ અને રસાકસીને કારણે મેદાન પર રોમાંચક માહોલ સર્જાયો હતો. સ્થાનિક ક્રિકેટ રસિયાઓ માટે આ ટૂંકા ફોર્મેટની રમત મનોરંજનનું મુખ્ય કેન્દ્ર બની હતી. ટુર્નામેન્ટમાં કુલ ૬ ટીમોઍ જીતવાના નિર્ધાર સાથે મેદાનમાં ઝંપલાવ્યું હતું, જેમાં જય માતાજી, માં મોગલ, ક્રિષ્ના ૬૫, સાચી ઇલેવન, રિકો આરસીબી, સીઍસકે આરબી ટીમ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. ટુર્નામેન્ટના અંતે ફાઈનલ મેચમાં વિજયી બનેલી રિન્કો આરસીબી ચેમ્પિયન ટીમ અને રનર અપ ટીમ માં મોગલ ને મહાનુભાવોના હસ્તે ઝગમગતી ટ્રોફી ઍનાયત કરવામાં આવી હતી. જ્યારે વિજેતા ટીમે ટ્રોફી હાથમાં લીધી ત્યારે આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. રમતગમત દ્વારા સ્થાનિક યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ ટુર્નામેન્ટ સફળ રહી હતી.
