Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

સાપુતારા નોટિફાઈફ કચેરીનાં નાયબ મામલતદાર પી.વી. પરમારનું સન્માન કરાયું

સાપુતારા નોટિફાઈફ કચેરીનાં નાયબ મામલતદાર પી.વી. પરમારનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૮ ઃ ગિરિમથક સાપુતારાની નોટિફાઇડ ઍરિયા કચેરીના અધિકારીની ઉત્કૃષ્ટ કામગીરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી.સમગ્ર રાષ્ટ્ર આજે જ્યારે ૭૭માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરી રહ્નાં છે, ત્યારે ડાંગ જિલ્લા કક્ષાના મુખ્ય સમારોહમાં વહીવટી તંત્રના ઍક નિષ્ઠાવાન અધિકારીની કામગીરીઍ સૌનું ધ્યાન ખેંચ્યું છે. સાપુતારા નોટિફાઇડ ઍરિયા કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર પ્રવિણસિંહ વી. પરમાર (પી.વી. પરમાર) ને તેમની અસાધારણ અને ગુણવત્તાયુક્ત સેવાઓ બદલ જાહેર મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત ના વરદ હસ્તે આ ગૌરવશાળી સન્માન સમારોહ યોજાયો હતો. નાયબ મામલતદાર પી.વી. પરમારની કર્તવ્યનિષ્ઠા અને વહીવટી તંત્રમાં તેમના સમર્પણને ધ્યાને રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા તેમને પ્રશસ્તિ પત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને સાથી કર્મચારીઓઍ પણ પ્રવિણસિંહ પરમારને અભિનંદન પાઠવ્યા હતા. સતત બીજી વખત અથવા શ્રેણીબદ્ધ રીતે મળેલું આ સન્માન તેમની વ્યાવસાયિક નૈતિકતા અને પીપલ ફર્સ્ટના અભિગમનો પુરાવો આપે છે.