ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૮ ઃ ડાંગ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પલટો જોવા મળી રહ્ના છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયા બાદ સોમવારે મોડી સાંજે ડાંગના અંતરિયાળ ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયુ હતુ.કમોસમી વરસાદના આગમનને પગલે ખેતીકામમાં રોકાયેલા સ્થાનિક ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી સૂર્ય પ્રકાશ ગાયબ રહ્ના છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોઍ ડેરો જમાવ્યો છે. સોમવારે સાંજ પડતા જ પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થતા માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.
ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. મોડી સાંજે અચાનક ત્રાટકેલા વરસાદને કારણે પાક બચાવવા માટે ખેતરોમાં ખેડૂતોની ભારે અફરાતફરી જોવા મળી હતી. બીજી તરફ, ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું છે. વાદળછાયા આકાશ અને હળવા ઝાપટાંને કારણે સમગ્ર હિલ સ્ટેશન ઠંડક પ્રસરતા પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધુમ્મસિયા વાતાવરણ અને આહલાદક ઠંડકનો આનંદ માણવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી. પ્રકૃતિનું અદભુત સૌંદર્ય ખીલી ઉઠતા સાપુતારા જાણે મીની કાશ્મીર જેવો અહેસાસ કરાવી રહ્નાં છે. જોકે, વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની અને ખેતી પર તેની માઠી અસર થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.
