વાઘલધરા આયુર્વેદિક કોલેજ હોસ્પિ.માં ગણતંત્ર દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ ગીરી વિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ય્પ્ઝ઼ આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલમાં ૭૭માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામા આવી હતી.
આ પ્રસંગે મહેમાનો બિપીનભાઈ, સંદીપભાઈ તેમજ મહેશભાઈ ગુાજીઍ હાજર રહી શોભામા અભિવ્રુધ્ધી કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ ઉપરોક્ત મહેમાનો દ્વારા ફરકાવવામા આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્ર ગીત તેમજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર પ્રેમનું ગીત સંસ્કૃત ભાષામા રજુ કરવામા આવ્યુ હતું. શિસ્તબદ્ધ અને પ્રભાવી પરેડ વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવી હતી. મેહમાનોઍ પ્રેરણાત્મક પ્રવચન દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્ર કર્તવ્યની પ્રેરણા પુરી પાડી હતી. ય્પ્ઝ઼ કોલેજના પ્રિન્સીપાલ રાજેષ રતાનીઍ પ્રોગ્રામનું સુંદર આયોજન કર્યુ હતું.
