દમણ જી.પં.માં પ્રજાસત્તાક અને ૭મા વિલીનીકરણ દિવસની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૮ ઃ દમણ જિલ્લા પંચાયતના ચેરમેન ધરમભાઈ પટેલે ૭૭મા પ્રજાસત્તાક દિવસ અને ૭મા ઍકીકરણ દિવસ (મર્જર ડે) નિમિત્તે જિલ્લા પંચાયત કાર્યાલયના પરિસરમાં ધ્વજવંદન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ચેરમેન ધરમભાઈ પટેલે દમણના લોકોને પ્રજાસત્તાક દિવસ અને દમણ અને દમણ-દીવના ઍકીકરણ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
પોતાના સંબોધનમાં જિલ્લા પંચાયતના ચેરમેન ધરમભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃપા અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના પ્રયાસોને કારણે છેલ્લા દાયકામાં દમણ અને દમણ-દીવમાં થયેલા વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ચેરમેન ધરમભાઈ પટેલે રાષ્ટ્રગીત વચ્ચે ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રીનાબેન હરીશભાઈ પટેલ, સીઈઓ આશિષ મોહન, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર મિહિર જોશી, ઍડીઈ આર.કે. સિંહ, જિલ્લા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ઓફિસ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો હાજર રહ્ના હતા.
