સેલવાસમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઇ
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૮ ઃ આજે જિલ્લા પ્રશાસન દ્વારા માનનીય જિલ્લા સમાહર્તા પ્રિયાંક કિશોરની અધ્યક્ષતામાં કોર ઍરિયા સ્ટેડિયમ ગ્રાઉન્ડ, સિલવાસામાં ૭૭મા પ્રજાસત્તાક દિવસ તથા ૭મા ઍકીકરણ દિવસનો ભવ્ય સમારોહ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આયોજિત કરવામાં આવ્યો હતો.
સમારોહના મુખ્ય અતિથિ માનનીય જિલ્લા સમાહર્તા મહોદય, દાદરા અને નગર હવેલીઍ ધ્વજારોહણ કરી તથા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો શુભ આરંભ કર્યો હતો. ત્યારબાદ માનનીય જિલ્લા સમાહર્તા મહોદય દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરતાં જિલ્લા સમાહર્તા પ્રિયાંક કિશોરજીઍ સૌપ્રથમ પ્રજાસત્તાક દિવસ અને ઍકીકરણ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તદુપરાંત જિલ્લા સમાહર્તા મહોદયના કરકમળો દ્વારા સૌથી સ્વચ્છ પંચાયત પુરસ્કાર, સૌથી સ્વચ્છ ઍસઍમસી વોર્ડ સ્પર્ધા, સરકારી ઇમારતોમાં ઉત્તમ લાઇટિંગ સજાવટ પુરસ્કાર, જિલ્લા સ્તરીય નિબંધ અને ચિત્રકલા સ્પર્ધા તેમજ શ્રેષ્ઠ માર્ચપાસ્ટ માટે વિજેતાઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ માનનીય જિલ્લા સમાહર્તા મહોદય દ્વારા તિરંગા ગુબ્બારા ઉડાડી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. તિરંગા ગુબ્બારોથી શોભિત આકાશ દેશભક્તિના ભાવથી મંત્રમુગ્ધ બની ગયું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા નિશા ભવર, પોલીસ અધિક્ષક સચિન યાદવ, વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, સિલવાસા નગરપાલિકા સભ્યો, જનપ્રતિનિધિઓ, મીડિયાકર્મીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં દાદરા અને નગર હવેલીની જનતા અને બાળકો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્ના હતાં.
