સેલવાસની લાયન્સ ઈંગ્લિશ સ્કુલમાં ૭૭મો ગણતંત્ર દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૮ ઃ લાયન્સ ક્લબ ઑફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઑફ કોમર્સ ઍન્ડ સાયન્સ તથા હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના સંયુક્ત આયોજન હેઠળ લાયન્સ વિદ્યાસંકુલ ખાતે ભારતનો ૭૭મો ગણતંત્ર દિવસ અતિ હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિભાવ સાથે ઉજવાયો. સમારોહની શોભા માનનીય મુખ્ય અતિથિ તથા લાયન્સ ક્લબ ઑફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ફતેહસિંહજી ઍમ. ચૌહાણની ગૌરવમય ઉપસ્થિતિથી વિશેષ રીતે વધારી. તેમની સાથે ઉપાધ્યક્ષ અનંતરાવજી ડી. નિકમ, સચિવ કુલદીપસિંહજી મુન્દ્રા, ખજાનચી વિશ્વેશ દવે, સંયુક્ત સચિવ જયેન્દ્રસિંહ રાઠોડ, વ્યવસ્થાપન સમિતિના સભ્ય અભિષેકસિંહ ઍફ. ચૌહાણ તથા ડૉ. અનુકૂલ નિકમ ઉપસ્થિત રહ્ના હતા.
આ ઉપરાંત શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઑફ કોમર્સ ઍન્ડ સાયન્સના પ્રાચાર્યા ડૉ. સીમા પિલ્લઈ, હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના પ્રાચાર્યા ડૉ. શિલ્પા તિવારી, શાળા તથા બન્ને મહાવિદ્યાલયોના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં અભિભાવકો પણ ઉપસ્થિત રહ્ના હતા. પછી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોઍ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા. શાળાના ચારેય સદન, ઍનસીસી, સ્કાઉટ્સ અને ગાઇડ્સ તથા ઍનઍસઍસ ઍકમો દ્વારા રજૂ કરાયેલી પરેડમાં ઍકતા, શિસ્ત અને સહકારની ભાવનાનું સશક્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ ૧૦ અને ૧૨ (શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫)ના મેધાવી વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ હવેલી ફાઉન્ડેશન તથા સ્વ. ચંદ્રકાંત પારેખના સહયોગથી પ્રમાણપત્રો અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે શાળાની પ્રાચાર્યા નીરાલી પારેખ દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ રાષ્ટ્રગાન સાથે સમારોહનું સમાપન થયું.
