દમણ ભાજપ દ્વારા ધ્વજવંદન કરાયું
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૮ ઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ), દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા નાની દમણ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે ભવ્ય ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સંબોધતા, પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાઍ ૭૭મા પ્રજાસત્તાક દિવસ અને ૭મા બંધારણ દિવસ પર તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, દમણના યુવાન રવિ પાંડેને ડૂબતા માણસને બચાવવાની બહાદુરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપન સમયે ભાજપ પટલારા ગ્રામ પંચાયતના સરપંચ વિજય પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય સુનિતાબેન હળપતિનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહામંત્રી જીગ્નેશભાઈ પટેલ અને સુનિલ પાટીલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ દીપિકાબેન ટંડેલ, સિલવાસા નગરપાલિકા પ્રમુખ સોમનાથ પાટીલ, દમણ શહેર ભાજપ પ્રમુખ અને મ્યુનિસિપલ કાઉન્સિલર પીયૂષ પટેલ સહિત અનેક મહાનુભાવો અને કાર્યકરો મંચ પર હાજર રહ્ના હતા. કાર્યક્રમનું સંચાલન મજીદ લધાણીઍ કર્યું હતું, જ્યારે આભારવિધિ ફાલ્ગુનીબેન પટેલે કરી હતી.
