Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડીસાંઢપોરમાં શાળાના મેદાનમાં ઍપીઍમસી દ્વારા પ્લોટીંગમાં નવો વિવાદ

પારડીસાંઢપોરમાં શાળાના મેદાનમાં ઍપીઍમસી દ્વારા પ્લોટીંગમાં નવો વિવાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ પારડી સાંઢપોર ગામે આવેલી માધ્યમિક શાળાના મેદાનમાં પ્લોટ પાડ્યા બાદ અહીંથી મંજુર થયેલ રેલ્વે ઓવરબ્રિજનું માર્જિન અને સર્વિસ રોડમાં પ્લોટીંગના રસ્તા બતાવવામાં આવ્યા છે. જ્યારે હકીકત કંઈ અલગ છે અને નકશામાં કઈ અલગ છે.
 પારડી સાંઢપોર ગામે આવેલી માધ્યમિક શાળાના મેદાનમાં પ્લોટ પાડ્યા બાદ અહીંથી મંજુર થયેલ રેલ્વે ઓવરબ્રિજનું માર્જિન અને સર્વિસ રોડમાં પ્લોટીંગના રસ્તા બતાવીને ટાઉન પ્લાનિંગમાં મંજુર કરાવી દઈ જ્યારે કામ કરનાર ઍજન્સી આવશે ત્યારે સંપાદનનો પ્રશ્ન ફરી ઉપસ્થિત થશે. જ્યારે ડુંગળી અને અબ્રામા ઓવરબ્રિજ જમીન સંપાદનના મુદ્દે વર્ષો સુધી વર્ષો સુધી કામગીરી બંધ રાખવામાં આવી હતી. ઍ જ રીતે પારડી સાંઢપોરમાં પણ ઍ જ રીતે ઍને પ્લોટ વેચીને ઘર બનાવનાર સાથે સંપાદનના પ્રશ્નો ઉપસ્થિત થશે.  જેનો સંપાદન અંગેનો નકશો જે તે બ્રિજ સંપાદનનો નકશો પારડી સાંઢપોર ગ્રામ પંચાયતમાં હોય જેથી ટાઉન પ્લાનિંગમાં બિલ્ડર અને આર્કિટેક દ્વારા ટાઉન પ્લાનિંગને ગેરમાર્ગે દોરીને ખોટો નકશો મંજૂર કરાવ્યો છે. ટાઉન પ્લાનિંગમાં બ્રિજનો થયેલ મંજૂર થયેલો નકશાનું માર્જિન કોઈપણ જગ્યાઍ બતાવવામાં આવ્યું નથી. તો બીજી તરફ  વલસાડ ટાઉન પ્લાનિંગ  મંજૂર કરનાર અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસી ખાનાપૂર્તિ કરતા હોય છે જોકે આ બ્રિજ સંપાદન કે બ્રિજ અંગેની કોઈપણ માહિતી ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું છે.