ધરમપુરમાં પ્રજાસત્તાક દિવસ દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૮ ઃ ધરમપુર તાલુકામાં ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે કરવામાં આવી હતી. તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ બારસોલ ખાતે યોજાયો હતો, જ્યાં પ્રાંત અધિકારી આર.સી. પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધરમપુર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર જાગૃતિબેન પટેલ દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. ધરમપુર માલનપાડા વન વિભાગના લાકડાના ડેપો ખાતે મુખ્ય વન સંરક્ષક ડો. બી. સુચીન્દ્રાના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું. ધરમપુર નગરપાલિકા કચેરી ખાતે કારોબારી ચેરમેન મહેશભાઈ ગાયકવાડે ધ્વજવંદન કર્યું હતું. ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે અધિકારી પ્રજ્ઞેશભાઈ રાઠોડના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા હાઇસ્કુલ ખાતે ટાઉન પ્લાનિંગ ચેરમેન હિતેશ ઍમ. રાઠોડ, વનરાજ આર્ટસ ઍન્ડ કોમર્સ કોલેજ ખાતે ઍમ.ઍસ.વી.ઍસ. કેળવણી મંડળના પ્રમુખ જીવાભાઈ આહીર, તેમજ ઍસઍમઍસઍમ હાઇસ્કુલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલ ખાતે શાસન રત્ન રાકેશકુમાર કાંતિલાલ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાધાબા વિદ્યાલય ખાતે ડો. ખુશ્બુ રામપ્રીત યાદવ અને આસુરા સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે બેંકના નિવૃત કર્મચારી આર.ઍન. પટેલ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતાં. ધરમપુરના ઍસઍમઍસઍમ હાઇસ્કુલ તેમજ રાધાબા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ડાંગી નૃત્ય સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા દેશપ્રેમનો માહોલ છવાયો હતો. પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન વિવિધ કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી વિભાગોમાં રાષ્ટ્રગાન સાથે સંવિધાન પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
