સરીગામ ગ્રા.પં.માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઇ
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સરીગામ, તા. ૨૮ ઃ સરીગામના સેવાભાવી સરપંચ સહદેવભાઈ વઘાતના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સરીગામના તેજસ્વી તારલાઓ, યુવાનો અને સેવાભાવી લોકોનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી પુષ્પગુરછ આપી સરીગામ ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સરીગામ રત્ન સ્વ. અરવિંદ આરેકર, રમેશભાઈ શ્રીપત આરેકર (પાણીની ટાંકીના જમીન દાતા), કુ. રોઝી ધર્મેશભાઈ રોહીત, ડો. જાહન્વી સંજયભાઈ આરેકર, દીવ્યા રજનીકાંતભાઈ માહ્નાવંશી, સ્વીટી વિજયભાઈ પટેલ, કેવિન પ્રમોદભાઈ ભંડારી, રાહુલ સંતોષભાઈ કોળી તેમજ સરીગામના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા દીપકભાઈ મિસ્ત્રી (જી. પં સભ્ય), વિલાસભાઈ ઠાકરીયા ( ઉપપ્રમુખ તા. પં. ઉમરગામ), ઉર્મિલાબેન દુમાડા (તા. પં સભ્ય) તથા અરવિંદભાઈ બોબા (તા. પં. સભ્ય)નું મુખ્યત્વે સન્માન સરીગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. સરીગામના સરપંચ દ્વારા સરીગામના સંપૂર્ણ અને સમતોલ વિકાસના કાર્યોની રુપરેખા રજુ કરવામાં આવી હતી. હમેંશા ખડેપગે સેવા કરનાર સરીગામ ગ્રામ પંચાયતના સ્ટાફ તેમજ કર્મચારીઓની કામગીરીને પણ બિરદાવામાં આવી હતી. સરીગામ બાલાજી મંદીરના પ્રાંગણમાં કેવિન પ્રમોદભાઈ ભંડારીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. આ રાષ્ટ્રીય પર્વના શાનદાર કાર્યક્રમમાં સરીગામના સરપંચ સહદેવભાઈ વઘાત,ઉપસરપંચ સંજય બાડગા, જીલ્લા પંચાયત વલસાડના સભ્ય દિપકભાઈ મિસ્ત્રી, પંચાયત સભ્યઓ મંજુબેન બીજ,તૃબેન ડાવરીયા, ઉષાબેન દુબળા, ધર્મેશ હળપતિ, આશીષ આહીર, દલપત ગંજાડીયા, વસંત પાટકર,પિંકેશ કોળી,માજી સરપંચ પંકજ રાય, વરીષ્ઠ આગેવાન વિરેન્દ્રભાઈ ભટ્ટ (ગુરુજી), જમુકાકા,વિનોદ ઠાકુર, કમલેશભાઈ રાઠોડ, હીતુલ પટેલ, શેખરભાઈ આરેકર, રાકેશ રાય, ફરીદભાઈ, તા. પં. સભ્ય અરવિંદભાઈ બોબા, વિપુલ રાય, અલ્કેશ શાહ, અંકુર પાંચાલ, જયેસ શાહ, હીરેન પટેલ, રાજેન્દ્ર યાદવ, મનમોહન શાહ, બાબુ લોઢા, મકબુલ મેમણ, દેવરાજ ભટ્ટ, અજય મોર્ય, રશ્મિન ભંડારી, બિપિન મિશ્રા, વિમેશ પટેલ, પ્રિતેશ પ્રજાપતિ, અશોક શાહ, મહીલા અગ્રણીઓ કોકીલાબેન રાઠોડ, દક્ષાબેન ભંડારી, સિમરનબેન મેમણ, આંગણવાડી બહેનો, ગામના યુવાનો, શિક્ષક મિત્રો તેમજ મોટી સંખ્યામાં સન્માનીય ગ્રામજનો, પત્રકારઓ ઉપસ્થિત રહી દેશભક્તિમાં ઓતપ્રોત રહ્ના હતાં. સરીગામ આદર્શ બુનિયાદી શાળાના બાળ વિધાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર પરેડ કરવામાં આવી હતી. સરીગામ ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
