વાપી પબ્લિક સ્કુલ વટારમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી પબ્લિક સ્કૂલ, વટાર ખાતે તા. ૨૬/૦૧/૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિની ભાવના સાથે ગૌરવ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત શાળાના ડાયરેક્ટર ડૉ. અલ્પા ઍસ. કોટડિયાના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારો અને ન્યાય જેવા બંધારણના મૂલ્યોને જીવનમાં ઉતારવાની અપીલ કરી. વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે આપણે આપણા અધિકારો સાથે ફરજોનું પણ સદૈવ સ્મરણ રાખવું જોઈઍ અને ભારતને વધુ મજબૂત, ઍકતાભર્યું તથા પ્રગતિશીલ બનાવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈઍ. આ કાર્યક્રમમાં શાળાના ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળાના સુંદર આયોજનથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને કાર્યક્રમ પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્ના હતો.
