વાપીની આર. ઍસ. ઝુનઝુનવાલા ઈન્ટર. સ્કૂલમાં ગણતંત્ર દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રગૌરવની ભાવનાઓથી ઓતપ્રોત બનેલી સવારે આર. ઍસ. ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલ, વાપી ખાતે ભારતના ૭૭મા ગણતંત્ર દિવસની ભવ્ય અને સ્મરણીય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન કાર્યક્રમ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી કુમારી તિશા રાઠોડના સુસંગત માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે ડો.પૃથ્વીરાજ ચૌહાણના પ્રમુખપદે તિરંગા ધ્વજને ગગનભેદી વંદન સાથે લહેરાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. જે પ્રસંગમાં ડૉ. કૌશલ પટેલ, ઍકડેમીક ડીન સુચિતા ચારી, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી કુમારી તિશા રાઠોડ, ટ્રસ્ટી કુમાર લય રાઠોડ, રોનકવાડીવાલા, દીપ ઠકકર, વાલી સૌજન્ય, શિક્ષક ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ શિસ્તબદ્ધ માર્ચપાસ્, હૃદયસ્પર્શી દેશભક્તિ ગીતો, રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રાષ્ટપ્રેમની ભાવના ઉજાગર કરતી નાટ્ય પ્રસ્તુતિઓઍ ઉપસ્થિત સૌના મનને મંત્રમુગ્ધ કરી દીધા.
ઉજવણી દરમિયાન શાળાના શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રા કરનાર વિદ્યાર્થીઓને ઇનામો તથા પ્રમાણપત્રો અર્પણ કરીને તેમનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલી સૌજન્ય પૂર્ણ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમના અંતે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ તથા ટ્રસ્ટી કુમારી તિશા રાઠોડઍ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીગણોનો તહે દિલથી આભાર વ્યક્ત કરી સૌને ગંણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી.
