Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની ઍલ.જી. હરિયા શાળામાં પ્રજાસત્તાક દિને રમતોત્સવ યોજાયો

વાપીની ઍલ.જી. હરિયા શાળામાં પ્રજાસત્તાક દિને રમતોત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપીની શ્રી ઍલજી હરિયા શાળામાં ૭૭માં પ્રજાસત્તાક દિને વાર્ષિક રમોત્સવ અને રેમ્બો ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશન સંચાલિત શ્રી ઍલજી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે  બિમલભાઈ ગુઢકા (ડાયરેક્ટર ગ્લોબલ ઇકો પેક પ્રાઇવેટ લિમિટેડ) ઉપસ્થિત રહ્ના હતા. સાથે શ્રી કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન ઍ.કે. શાહ, શાળાના ઍસઍમસી ચેરમેન ઉજ્જવલ શુક્લા, ઍસઍમસી મેમ્બર કૃષ્ણાનંદ હેબ્લે, વાની આર.કે. સન્માનિત અતિથિ  તુષાર શાહ, ભારતીબેન ગોસરાની વગેરે ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિના વરદ હસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય બીની પૌલ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રમોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ ઍનાયત કરવામાં આવ્યા હતા.  સાંજે પ્રી પ્રાઇમરી વિભાગના અને ધો. ૧ અને ધો. ૨ વિદ્યાર્થીઓ માટેનો રેમ્બો ૨૦૨૬ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે ભૂમિકા પાંચાલ (ચાર્ટડ ઍકાઉન્ટન્ટ, ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઍલજી હરિયા સ્કૂલ) ઉપસ્થિત રહ્ના હતાં અને શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્ના હતાં.  અંતે શાળાના મેનેજમેન્ટ અને આચાર્યાં બીની પૌલઍ કાર્યક્રમની સફળતા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતાં.