વાપીની કેબીઍસ કોલેજમાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ ચણોદ સ્થિત કેબીઍસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપી ખાતે ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશપ્રેમ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપ કૃષિત શાહ (વાપીના ખ્યાતનામ આર્કિટેક્ટ) ના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન ઍ. કે. શાહની ઉપસ્થિતિ રહી હતી. ધ્વજારોહણ બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. દેશભક્તિ ગીતો, નૃત્ય અને અન્ય પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓઍ રાષ્ટપ્રેમ, ઍકતા અને સંવિધાનના મૂલ્યોને સુંદર રીતે વ્યક્ત કર્યા હતા, જેને ઉપસ્થિત સૌઍ સરાહ્ના. કાર્યક્રમના અંતિમ તબક્કામાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કૃષિત શાહ, જેઓ સ્ટાર્ટ-અપ વાપી કમ્યુનિટી તથા ભ્્યશ્વષ્ટશ્રફૂ ત્ઁર્શ્શ્વીષ્ટર્શ્રીઁઁફૂશ્વ ના સ્થાપક તેમેજ રોટરી ક્લબના સભ્યઍ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતાં. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિવસના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
