વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરમાં ૭૭મો ગણતંત્ર દિવસ ઉત્સાહભેર ઉજવાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર ખાતે ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૭ઃ૫૫ વાગ્યે ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી ગૌરવ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના ચેરમેન શ્રી હિંમતસિંહજી જાડેજા, કાઉન્સિલર ભારતીબા જાડેજા, આચાર્યા ડૉ. રાજેશ્વરી પરમાર, શિક્ષકગણ તેમજ મુખ્ય મહેમાન તરીકે હિરેન જોશી સર અને હિરેન ધંધુકિયા સર ઉપસ્થિત રહ્ના હતાં. મુખ્ય મહેમાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને સૌઍ મળીને રાષ્ટ્રગાન ગાયું હતું. વિદ્યાર્થીઓઍ પરેડ દ્વારા ધ્વજને સલામી આપી તથા દેશભક્તિ ગીતો અને વિવિધ કૃતિઓ જેમ કે ભાષણ, કરાટે, યોગા અને લેઝીમની રજૂઆત કરી. વિદ્યાર્થીઓઍ ઍસ્કોર્ટ કરીને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મુખ્ય મહેમાન હિરેન જોશીઍ પોતાના સંબોધનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપી હતી. શાળાના ચેરમેને મહેમાનોનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને સારા સંસ્કાર, શિસ્ત અને જ્ઞાન દ્વારા દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌઍ પરસ્પર સહકાર અને સમર્થનની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર શાળા પરિસરમાં ઍકતા, સેવા અને સકારાત્મકતાનું વાતાવરણ જોવા મળ્યુ હતું. આમ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ ઉજવાયો હતો.
