Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીના સમાજ સેવક દ્વારા આંગણવાડીઅો અને સ્કુલોમાં નાસ્તાનું વિતરણ કરાયું

વાપીના સમાજ સેવક દ્વારા આંગણવાડીઅો અને સ્કુલોમાં નાસ્તાનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ ૨૬ જાન્યુઆરી ઍટલે  આપના  દેશનો પ્રજાસતાક દિવસ તારીખે  આખા દેશમાં  ખૂબ હર્ષે ઉલ્લાસ સાથે ઉજવણી થાય છે. આ દિવસે ભારત દેશ માં રહેતી દરેક પ્રજાને સાચા અર્થમાં આઝાદી મળી હતી. વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને વાપીના સમાજ સેવક  કિરણ રાવલ દર વર્ષે જેમ આ વર્ષે પણ આ તહેવારની ઉજવણી નાના બાળકો સાથે કરી હતી.
 આ વખતે વાપીના સમાજ સેવક કિરણ રાવલ અને તેમની અધ્યક્ષતામાં ચાલી રહેલ વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપના અન્ય સભ્યો દ્વારા વાપીની આસપાસના વિસ્તારમાં આવેલા કુંભારવાડ, દેસાઈવાડ, આસરવાસ વિસ્તાર, ખડકલા, નવીનગરી, હરીફળિયા  તેમજ નામધા માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં જઈ ત્યાંના નાના બાળકોને આ પવન પર્વ નિમિતે  ૩૨૦૦ બાળકો સાથે દેશ ના તિરંગાનું વિતરણ કર્યું હતું અને નાના બાળકો સાથે  દેશ ભક્તિ ગીત તેમજ રાષ્ટ્ર ગાન કરાયુ હતું.