Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની ઍમ.ડી. વિદ્યાલય હાઈ.માં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

વાપીની ઍમ.ડી. વિદ્યાલય હાઈ.માં  ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ ૨૬ જાન્યુઆરીના રોજ અમારી શાળા ઍમ.ડી. વિદ્યાલય હાઈસ્કૂલમાં  ૭૭ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે ૭ઃ૩૦ વાગ્યે શાળામાં આવી પહોંચ્યા હતાં. કાર્યક્રમ શરૂ થતાં પહેલા અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયા હતાં. અમારી શાળામાં મુખ્ય અતિથિ દોલત રાય, નિરલ શાહ અને આનંદ પટેલના હસ્તક કે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને પરેડ કરવામાં આવી ત્યારબાદ બધાઍ રાષ્ટ્રગીત અને વંદે માતરમ બોલીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
શાળાના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં અતિથિ દોલત રાય પટેલ, નીરલ શાહ અને આનંદ પટેલને પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ ૧થી ૧૨ના પ્રથમ ક્રમાંક પ્રા કરનાર વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિગણ તેમજ શાળાના ટ્રસ્ટી  દ્વારા ટ્રોફી અને સર્ટિફિકેટ આપી અભિનંદન આપ્યા હતાં. શાળાના ચેરમેન હીરાબેન મણી, અલકાબેન તેમજ અતિથિ દોલત રાયઍ દેશભક્તિ વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતમાં અમારી શાળાના આચાર્ય મીનાક્ષી ધુમલે બધાનો આભાર માન્યો અને  બાળકોને બિસ્કીટ અને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો  હતો.