વાપીમાં શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંડળનો વાર્ષિક દિન ઉજવાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપીમાં શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંડળના બીલીમોરાથી ઉમરગામ સુધીના સભ્યોની વાર્ષિક સાધારણ સભા તેમજ વાર્ષિક દિનની ઉજવણી કરાઈ હતી.
બીલીમોરાથી ઉમરગામ સુધીમાં વસતા શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંડળની વાર્ષિક સાધારણ સભા તેમજ વાર્ષિક દિનની ઉજવણી વાપીના લાયન્સ કોમ્યુનિટી હોલ ખાતે પ્રમુખ હિતેશભાઈ શાહ, ઉપપ્રમુખ ઉદયભાઈ શાહ અને દાતાઅોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી શરુઆત કરી હતી. જેમાં સ્વાગતગીત તથા નવકારમમંત્ર કરાયા બાદ મંડળના ગત વર્ષના ૧૯ જેટલા તપસ્વી રત્નનું પુરસ્કાર આપી બહુમાન કર્યુ હતું. સાથે ૩૯ જેટલા તેજસ્વી તારલાઅોનું ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યુ હતું. આ પ્રોગ્રામના અતિથિ વિશેષ રમેશભાઈ કેશવજીભાઈ સુમરીયા મંડળની વાર્ષિક સભામાં હાજરી આપી હતી. સભ્યોના મનોરંજન માટે ઍક ગેમ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈથી ખાસ સમીરભાઈ ગડા ગૃપને બોલાવવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂતપૂર્વ પ્રમુખ વિપુલભાઈ, પ્રફુલભાઈ, અનુલભાઈ તથા કમીટી સભ્યો અને કાર્યકર્તાઅોઍ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં પ્રમુખ હિતેશભાઈ શાહે સૌનો આભાર માન્યો હતો.
