છીપવાડમાં ટ્રેન અડફટે યુવાનનું મોત
- byDamanganga Times
- 28 January, 2026
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ નજીક જીગ્નેશ હરેશસિંહ ઠાકુર રહે છે ગઈકાલ રાત્રે ૮ઃ૦૦ કલાકે જીગ્નેશ ઠાકુર જેઓ મોબાઈલ ફોન ઉપર મિત્ર સાથે ફોન પર વાત કરતો નજીકમાં આવેલ છીપવાડ રેલવે ગરનાળા પરથી રેલ્વે લાઇન ક્રોસ કરી ઘરે ફરી રહ્ના હતો તે દરમિયાન પાછળથી આવતી ટ્રેન ઍ તેને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વિસ્તારોના યુવાનો રહીશો દોડી ગયા હતા. મરણ જનનારા યુવાન જીગ્નેશ ઠાકુરનો મૃતદેહ વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીઍમ માટે લઈ ગયા હતા. જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
