Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારનેરાની તળેટીમાંથી ડીકમ્પોઝ લાશ મળી

પારનેરાની તળેટીમાંથી  ડીકમ્પોઝ લાશ મળી


વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ નજીકના પારનેરા ગામે આવેલા પાનેરા ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભક્તો આવતા હોય છે. ત્યારે પારનેરા  ડુંગરની તળેટીમાંથી અસહ્ના દુર્ગંધ આવતી હોય જે અંગે તપાસ કરતા ત્યાં સ્થાનિકોઍ જોયું તો  ઍક અજાણ્યા ઇસમે કોઈક કારણોસર નાયલોન ની દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળતા વલસાડ રૂરલ પોલીસને જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે આ લાસ્ટ ડી કમ્પોઝ હોવાથી તેની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે ઍફ ઍસ ઍમની મદદ લીધા બાદ લાસ્ટ પાસેથી ઍક પાકીટ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.