Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આંતરરાજ્ય વાહન ચોરતી ગેîગનો ઍક વાપીથી ઝડપાયો ઃ ત્રણ વોન્ટેડ

આંતરરાજ્ય વાહન ચોરતી ગેîગનો ઍક વાપીથી ઝડપાયો ઃ ત્રણ વોન્ટેડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી ઉદ્યોગ નગર વિસ્તારમાંથી ચોરીના પીક અપ સાથે મહારાષ્ટ્ર ધુલેના ઍક આરોપીને ઝડપી પાડી કડક પૂછપરછ કરતા વાપી કપરાડા તાપી મહારાષ્ટ્ર અને થાણેના પાંચ પીકપ ટેમ્પા તેમજ સુરત કલ્યાણ થી મોપેડ ની ચોરી કર્યા ની કબુલાત કરાય સાથે વોન્ટેડ આરોપી મહારાજ ગુજરાત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી માંથી પણ ૯ જેટલા વાહન ચોરીના ગુના નોંધાયા છે
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસ વિભાગની ટીમ વાપી પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતા તે દરમિયાન થોડા દિવસ પહેલા જ કપરાડા વિસ્તારમાંથી ઍક બોલેરો પીકપની ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેને જેને લઇ વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસે વાપી થી તાપી અને મહારાષ્ટ્રના ધૂલે સુધીના ૫૦૦ થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આ પિકઅપ ટેમ્પો ની ચોરી કરતી ગેંગને ઓળખી કાઢી ઍ ગેંગના ઍક આરોપી સમીર અઝીઝ મુખ્તાર મલિકને વાપી ઉદ્યોગ નગર પોલીસ મથક માંથી ઝડપી પાડી કાર્યવાહી કરાવી હતી અને આ ઝડપાયેલા આરોપીની વાપી ઉદ્યોગ નગર પોલીસે કડક પૂછપરછ કરતા તેઓની ગેંગ તેમજ આ ગેંગના મુખ્ય અઝીઝ મલિક ની સાથે મળી પીકપ ટેમ્પો ચોરી કરતા અને તેના સ્પેરપાર્ટ છૂટા પાડી અન્ય સ્થળે વેચી દેતા હતા. આ ગેંગે વાપી ઉદ્યોગ નગર કપરાડા તાપી મહારાષ્ટ્રના નાંદેડ તેમજ થાણે ખાતેથી પાંચ જેટલી પીકપ ની ચોરી કરી હોવાનું સાથે આ ગેંગે સુરત અને કલ્યાણથી મોપેડની પણ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ ચોરીમાં ઝડપાયેલા આરોપી સમીર મલિક વોન્ટેડ આરોપી અઝીઝ  મુક્તાર મલિક અને અન્ય બે ઈસમોની સામેલગીરી બહાર આવતા પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઝડપાયેલી ગેંગ દ્વારા મહારાષ્ટ્ર ગુજરાત અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તારમાંથી ૯ થી વધુ વાહનોની ચોરી અગાઉ કરાય હોવાના ગુનાપણ નોંધાયેલા છે.