Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં ટ્રકે પિયાગોને ટક્કર મારતાં બેના મોત

ધરમપુરમાં ટ્રકે પિયાગોને ટક્કર મારતાં બેના મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૭ ઃ ધરમપુર તાલુકાના સાવરમાળ ટેકરી ફળીયા નજીક  સર્જાયેલા અકસ્માત બાબતે કરાયેલ ફરિયાદ અનુસાર પિયાજિયો રિક્ષા નં. ઞ્થ્-૧૫-વ્વ્-૮૦૯૫ માં પરિવાર સાથે જતા લોકોને પાછળથી મહિન્દ્રા હાઈવા ડમ્પર ટ્રક નં. ઞ્થ્-૧૫-ખ્હ્-૯૦૦૮ ના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં પ્રેમીલાબેનને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું, જ્યારે પ્રિન્સ નામના બાળકને માથામાં ગંભીર ઇજાઓ થતાં જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ટ્રક ચાલક આદિત્ય કરશનભાઈ પટેલ, રહે. મોટી ઢોલડુંગરી, ધરમપુર વિરુદ્ધ ગુનો નોંધી ધરમપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત બાદ ચાલક સ્થળ પરથી ફરાર થયો હોવાની માહિતી પ્રા થવા પામી હતી.