ધરમપુરમાં બાઈક સ્લીપ થતાં આધેડને ઈજા
- byDamanganga Times
- 28 January, 2026
વલસાડ, તા. ૨૭ ઃ પારડી તાલુકાના ગોઈમા ગામે રેતા માંદાભાઈ ઝીણાભાઈ પટેલ પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્ના હતા. તે દરમિયાન વલસાડના ધરમપુર ચોકડી બ્રિજ નજીક અચાનક તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી.બાઈક સ્લીપ થતા માંદાભાઈ રસ્તા પર પટકાયા હતા અને તેમને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ઍમ્બ્યુલન્સમા ઈજાગ્રસ્ત માંદાભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.
