Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરામાં ગાંજા સાથે ૧ ઝડપાયો

બીલીમોરામાં ગાંજા સાથે ૧ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૭ ઃ બીલીમોરા પીઆઇ જયદીપસિંહ ચાવડા ઍ બાતમી આધારે મંગળવાર સાંજે શહેરનાં લીમડા ચોક માં રાજુ બુદ્ધિસાગર વૈદ્ય (૫૧)નાં રહેણાંક મકાન માં છાપો માર્યો હતો. ગાંજો વેચવાનો  ધંધો કરી રહ્ના છે. ઘરમાં તપાસ કરતા ૫૦૦ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે પ્રતિબંધિત ગાંજો મુદ્દામાલ જ કર્યો હતો. અને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. મોડી સાંજે કાર્યવાહી યથાવત હતી. જે પુરી થતા કેટલા રૂપિયા નો ગાંજો, મુદ્દામાલ તેનો ચોક્કસ આંક સામે આવશે. આ ગાંજો કોણે સપ્લાય કર્યો જેવા અનેક પ્રશ્નો અંગે તપાસ ચાલી રહી છે.