વલસાડ જીલ્લા ભાજપ સંગઠન અને મોરચાના હોદ્દેદારોની જાહેરાત
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન અને વિવિધ મોરચાના હોદ્દેદારોની આજે નિમણૂક કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા વિચાર કર્યા બાદ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી ખજાનચી અને મીડિયા ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે સાથે વિવિધ મોરચા જેવા કે યુવા મોરચો મહિલા મોરચો કિસાન મોરચો બક્ષીપંચ મોરચો અનુસૂચિત જાતિ મોરચો અનુસૂચિત જનજાતિ મોરચો તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ મહામંત્રીની પણ નિમણૂક કરવામાં આવી છે આજે જાહેર થયેલા જિલ્લાના માળખામાં પ્રમુખ સહિત ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી, ૮ મંત્રી, ૧ ખજાનચી, સોશિયલ મીડિયા આઈટી સેલ તેમજ મીડિયા ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. જેને લઇ સમગ્ર વલસાડ જિલ્લામાં અને ઉમરગામ, વાપી, કપરાડા, ધરમપુર, નાનાપોન્ડા, પારડી તેમજ વલસાડ તાલુકા પંથકમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર તેમજ નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન આપવામાં આવ્યા હતાં.
