Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

જાગવાડમાં નદીમાંથી રેતી કાઢવાની પરવાનગી પુછવા જતાં યુવકના લમણે રિવોલ્વર તાણી દેવાઈ!

જાગવાડમાં નદીમાંથી રેતી કાઢવાની પરવાનગી પુછવા જતાં યુવકના લમણે રિવોલ્વર તાણી દેવાઈ!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૭ ઃ ચીખલી તાલુકાના જોગવાડગામે આવેલ અંબિકા નદીમાંથી ગેરકાયદેસર રેટી કાઢતા ખનીજ માફિયાને ગામના રહીશ રેતી કાઢવાની પાસ કે પરમિશન છે ઍમ કહેવા જતા ખનીજ માફિયાઍ ગામના યુવાનના માથા ઉપર બંદુક મૂકી કહેલ કે આજ મારી પાસ અને પરમિશન છે તું વધારે કરશે તો આ બંદૂકની ગોળી તારા ભેજાની આરપાર કરી દઈશ કહીને ત્રણ સાગરીતો સાથે મળી યુવાનને માર માર્યો હતો અને યુવાનના પિતાને પણ મોઢાના ભાગે તથા શરીરે મૂઢ માર મારતા સારવાર લેવાની નોબત વર્તાતા ગ્રામજનો દ્વારા તમામ વહીવટી તંત્રને ઍક આવેદનપત્ર સુપ્રત કરી  ખનીજ માફિયા સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે. ચીખલી તાલુકાના જોગવાડ ગામની હદમાંથી અંબિકા નદી પસાર થતી હોય ત્યારે આ નદીના પટમાં હિતાચી મશીન વડે રેતી કાઢવામાં આવી રહી હોવાનું વિરલ કરસન નાયકા રહે.જોગવાડ કુંડળ ફળિયાને ખબર પડતા જે રવિવારે રાત્રે ઍક વાગ્યે નદીના પટમાં જોવા ગયો ત્યારે હીતાચી મશીન મશીન દ્વારા નદી માંથી રેતી કાઢવાનું કામ ચાલુ હતું ત્યારે રેતી કઢાવતા અલ્પેશ કાઠીયાવાડીને પુછેલ કે તારા ઉપર નદીમાં રેતી કાઢવાની કોઈ પાસ પરમિશન છે ત્યારે અલ્પેશ કાઠિયાવાડી ઉગ્રતામાં આવીને બોલવા લાગેલો અને તેના ઉપર રહેલી બંદુક મારા માથા ઉપર મૂકી દીધેલ અને જણાવેલ કે મારા ઉપર પાસ અને પરમિશન મારી બંદૂક જ છે તું વધારે કરશે તો આ બંદૂકની ગોળી તારા ભેજાની આરપાર કરી દઈશ અને તેની સાથે રહેલા આકાશ અને ઈશ્વર નામના વ્યક્તિને બોલાવીને રેતી કાઢવાનું ચાલુ રાખેલું અને મને ધક્કો મારી નીચે પાડી નાખ્યો હતો અને જણાવેલ કે મારા વિરૂધ કોઈપણ ફરિયાદ કરશે તો તને મારી પરમિશન વાળી બંદૂકથી જાનથી મારી નાખીશ અને મારો કોઈ કંઈ ઉખેડી નહીં લે અને મારી ગાંધીનગરથી તાલુકા જિલ્લા સુધી ઓળખાણ છે ત્યારે ખનીજ માફિયાની દાદાગીરીથી ગ્રામજનો માં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે ત્યારે તંત્ર દ્વારા  ખનીજ માફિયા સામે કેવા  પગલા ભરવામાં તે હવે જોવું રહ્નાં.