ગણદેવીમાં પ્રજાસત્તાક પર્વેની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૬ ઃ ગણદેવી તાલુકામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વે ઠેર ઠેર ખુશીઓનો મહાસાગર છલકાયો હતો. ગણદેવી તાલુકા કક્ષાનો વડસાંગણ પ્રાથમિક વિદ્યામંદિરમાં ના. મામલતદાર જીગ્નાશા આહિર નાં હસ્તે ધ્વજવંદન કરાયું હતું. શૈક્ષણિક અને વિવિધ કચેરીઓ સંસ્થાઓમાં ગણતંત્ર પર્વ નો અનેરો ઉત્સાહ જોવાયો હતો. દેશભક્તિની રંગારંગ કૃતિઓ વચ્ચે તેજસ્વી તારલા, રમતવીરો અને સમાજસેવકોને પુરસ્કૃત કરાયા હતા.
ગણદેવી તાલુકા પંચાયત માં પ્રમુખ પ્રશાંત શાહ, ગણદેવી પાલિકામાં પ્રમુખ ભાવેશ પટેલ અને બીલીમોરા નગરપાલિકા માં ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ મિનેષ રાજપૂત,સોમનાથ પ્રાથમિક શાળા પરિસરમાં ડો વર્ષા પટેલ, દત્ત પેટ્રોલિયમ પાસે ભરત પટેલઍ ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે વીર શહીદો ને યાદ કરાયા હતા. તાલુકા ની સરકારી ખાનગી ૧૧૦ જેટલી પ્રાથમિક, માધ્યમિક શાળા, ૬૫ ગ્રામ પંચાયતો, સંસ્થાઓ,ગણદેવી, બીલીમોરા ધોલાઈ પોલીસ મથકો, સરીબૂજરંગ ઝંડાચોક સહિત ઠેર ઠેર ગણતંત્ર દિવસની રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ઉત્સાહ સાથે આન, બાન અને શાન થી ઉજવણી કરાઈ હતી. આઝાદી બાદ વર્ષ ૧૯૫૦ માં બંધારણ અમલમાં આવ્યું હતું. જે આપણને નાગરીક હોવાના મૂલ્યો પણ સમજાવે છે. આ પ્રસંગે બીલીમોરા પાલિકા પ્રમુખ મનીષ પટેલ, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ બીલીમોરા ભાજપ શહેર પ્રમુખ નીરવ ટેલર, ઉપપ્રમુખ તેજલબેન જોશી, ટીડીઓ ચેતન દેસાઈ,ઍટીડીઓ કેતન પટેલ, શ્રી ગણદેવી રોડ સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ સભ્યશ્રીઓ, શ્રી દત્ત પેટ્રોલિયમના હેમંત ચૌહાણ, ડૉ.નીલ દેસાઈ, પ્રાણલાલ પટેલ સામાજિક, સેવાકીય અને રાજકીય, શૈક્ષણિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્નાં હતાં અને દેશનાં વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
