Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગાંધીનગર ખાતે ચૂંટણીલક્ષી કામગીરી કરનાર ઑફિસર્સને પુરસ્કાર ઍનાયત

ગાંધીનગર ખાતે ચૂંટણીલક્ષી કામગીરી કરનાર ઑફિસર્સને પુરસ્કાર ઍનાયત


આહવા, તા. ૨૬ ઃ તારીખ ૨૫ જાન્યુઆરીઍ ૧૬ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સ્થિત સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (લ્ભ્ત્ભ્ખ્) ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, સહાયક મતદાર નોંધણી અધિકારીઓ,બુથ લેવલ ઑફિસર્સ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે ડાંગ જિલ્લાના મદદનીશ મતદાર નોંધણી અધિકારી સુબીર  આઇ.ઍમ. સૈયદ સહિત જિલ્લાના ત્રણ બુથ લેવલ ઑફિસર્સ જેમાં પ્રિતિ ગવળી, અશોક ઠાકરે અને જીગ્નેશ પટેલને પુરસ્કાર ઍનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.