બીલીમોરા સોમનાથ તળાવના કિનારે દેશભક્તિનો મહાસાગર ઉમટ્યો
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૭ ઃ ગણતંત્ર દિવસના પવન અવસરે બીલીમોરા નગરપાલિકા અને સ્થાનિક સેવાકીય સંસ્થાઓ દ્વારા સોમનાથ તળાવના કિનારે અવિસ્મરણીય અને ભવ્ય દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ મનીષ પટેલ,સિટી ઇજનેર સંકેત પટેલ અને તેમની ટીમની દીર્ઘદ્રષ્ટિથી આયોજિત આ સંધ્યામાં હજારો નગરજનોઍ ઍકસૂરે વંદે માતરમ્ અને ભારત માતા કી જય ના નાદ સાથે આકાશ ગુંજવી મૂક્યું હતું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રા કલાકારોના દેશભક્તિના ગીતો અને ઝગમગતી તિરંગા લાઇટ્સ વચ્ચે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમમાં તરબોળ બન્યું હતું. આ પ્રસંગે સરહદના રક્ષકોથી લઈને શહેરના સફાઈ કામદારો સુધીના કર્તવ્યનિષ્ઠ સેવકોનું સન્માન કરીને સાચા અર્થમાં લોકશાહીના પર્વને સાર્થક કરવામાં આવ્યો હતો. બીલીમોરાના સોમનાથ તળાવ કિનારે યોજાયેલી આ ઉજવણી નગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે. પાલિકા પ્રમુખ મનીષ પટેલના નેતૃત્વમાં વિશાળ સ્ટેજ અને ભવ્ય કાર્પેટિંગ સાથેની આગોતરી તૈયારીઓઍ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સાંસ્કૃતિક કૃતિઓ અને પ્રખ્યાત ગાયકોઍ રેલાવેલી દેશભક્તિની સુરાવલીઓમાં હજારો નગરજનો મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સન્માન સમારોહ રહ્ના હતો, જેમાં ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે દેશની સરહદે લડતા સૈનિકો,માજી સૈનિકો,પોલીસ દળ, આરોગ્ય કર્મચારીઓ,સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કામદારોને સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી પ્રસંગે ચીફ ઓફિસર મિતલ ભાલાળા, ગણદેવી પાલિકા પ્રમુખ ભાવેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલર, કારોબારી ચેરમેન પ્રગ્નેશ પટેલ, સીટી ઇજનેર સંકેત પટેલ, ઉપપ્રમુખ તેજલ જોશી, ભ્ત્ જયદીપસિંહ ચાવડા, મનહર ઉર્ફ મનાભાઈ,ચિંતન શાહ, દીપેશ પટેલ, વિજય પટેલ, મનીષ નાયક તથા જલારામ માનવ સેવા ટ્રસ્ટના મગનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. પાલિકાની આ નવતર પહેલને નગરજનોઍ હૃદયપૂર્વક વધાવી લીધી હતી અને મોડી રાત સુધી સોમનાથ તળાવનો કિનારો દેશપ્રેમના જુવાળથી છલકાતો રહ્ના હતો.
