Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણમાં ઈસ્માઈલી સિવિક ઈન્ડિયા દ્વારા રકતદાન શિબિર યોજાઈ

દમણમાં ઈસ્માઈલી સિવિક ઈન્ડિયા દ્વારા રકતદાન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૭ ઃ ગુજરાત તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવની બ્લડ બેંકોને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે, ઈસ્માઈલી સિવિકઇન્ડિયા દ્વારા પ્રજાસત્તાક દિવસે  સંજન અને દમણ ખાતે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરોમાં ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો. ૧૫૦થી વધુ સ્વૈચ્છિક દાતાઓઍ રક્તદાન કરીને આ વિસ્તારની હોસ્પિટલોમાં સેવા આપતી સ્થાનિક બ્લડ બેંકોને સામનો કરવા પડતા અભાવને દૂર કરવામાં યોગદાન આપ્યું હતું.શિબિરોમાં અનેક સ્થાનિક સરકારી અધિકારીઓ તથા નાગરિક સત્તાધીશો હાજર રહ્ના હતા. મોટાભાગના દાતાઓ ઈસ્માઈલી મુસ્લિમ સમુદાયના હોવા છતાં, આસપાસના વિસ્તારોના રહેવાસીઓ તથા અન્ય સમુદાયોના લોકોઍ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે આ પહેલની સમાવેશક ભાવનાનું પ્રતિબિંબ છે. ઝબીન સાદિક રમઝાનઅલી, વાપી સંજન પરિષદના પ્રમુખે પ્રજાસત્તાક દિવસે યોગદાન આપનાર તમામ દાતાઓનો આભાર માન્યો હતો.