Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની સમર્પણ જ્ઞાનસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

વાપીની સમર્પણ જ્ઞાનસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાનસ્કૂલમાં ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ગૌરવભેર કરાઈ હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દમણગંગા ટાઈમ્સના રેસિડેન્ટ ઍડિટર વિકાસ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્ના હતા. શાળાના સ્થાપક પ્રમુખ મુકેશ પટેલ, ચેરપર્સન હીના પટેલ, આચાર્યા, શિક્ષકો તથા વાલીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતી.
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ વિકાસ ઉપાધ્યાયે ધ્વજારોહણ કરી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાયન કરાયું.
ત્યારબાદ વિદ્યાર્થીઓઍ શિસ્તબદ્ધ માર્ચપાસ (પરેડ) પ્રદર્શન કરી દેશપ્રત્યેની ઍકતા, શિસ્ત અને અનુશાસનનો ઉત્તમ પરિચય આપ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓઍ દેશભક્તિ ગીત ગાયન કરી સમગ્ર વાતાવરણને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું.
તેમજ વિદ્યાર્થીઓઍ ઍકરેલ પિરામિડ પ્રદર્શન દ્વારા શિસ્ત, સહકાર અને ઍકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ થયું હતું, જેને ઉપસ્થિત મહેમાનોઍ તાળીઓથી વધાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓઍ પ્રેરણાદાયક ભાષણો આપીને પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોઍ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપ્યો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે બાળકોને સંબોધન કરતા મુખ્ય અતિથિ વિકાસ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દેશની રક્ષા માટે સરહદ પર તો આપણા સૈનિકો ઊભા છે, પણ દેશની અંદર રહી આપણે સારા નાગરિક બની દેશસેવા અને દેશભક્તિ માટે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવી ખૂબ જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને સારા નાગરિક બનવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી.
લાયન મુકેશ પટેલે પ્રજાસત્તાક દિવસની શુભકામના આપતા જણાવ્યું હતું કે ટ્રસ્ટી તરીકે, હું દૃઢ વિશ્વાસ સાથે કહું છું કે શિક્ષણ પ્રજાસત્તાકને મજબૂત બનાવવાનું સૌથી શક્તિશાળી સાધન છે. શાળાઓ માત્ર જ્ઞાન આપતી સંસ્થાઓ નથી, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓના ચરિત્ર્યનું નિર્માણ થાય છે, મૂલ્યો વિકસે છે અને જવાબદાર નાગરિકો તૈયાર થાય છે. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાયો અને યાદગાર બન્યો હતો.