Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી મોર્ડર્ન હાઈસ્કુલમાં ૭૭મો ગણતંત્ર દિવસ ઉવજવાયો

વાપી મોર્ડર્ન હાઈસ્કુલમાં ૭૭મો ગણતંત્ર દિવસ ઉવજવાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃવાપી શહેર ઇમરાનગર ખાતે આવેલ મોર્ડન ઇંગ્લિશ હાઈસ્કુલમાં ૨૬ જાન્યુઆરીના રોજ ૭૭ માં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉપપ્રમુખ ડોક્ટર દાનિશ પટેલ, ખજાનચી  હાજી અજીજભાઈ દમણવાળા તેમજ ટ્રસ્ટી ઍવા સૈયદ હાજી હકીમ ભાઈ અને ઘણા મહાનુભવો હાજર રહ્ના હતા. મુખ્ય મહેમાન તરીકે  શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમાં  શેખ હમઝા(ગ્ણ્પ્લ્), શેખ ગોહર (પ્ગ્ખ્), ખાન કુત્તુબુદીન (ઘ્ખ્) અને ખાન અશ્દ (ઘ્ખ્) ઉપસ્થિત રહ્નાં હતાં. શાળાના આચાર્ય સબા પરવીને આવનાર મહેમાનોનું સ્વાગત કર્યું હતું
કાર્યક્રમની શરૂઆત શાળાની પ્રાર્થના દ્વારા થઈ હતી ત્યારબાદ આવનાર મહેમાનો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય આવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માહિતી આપીને બીજા બાળકોને જીવનમાં આગળ વધવાની અને દેશ પ્રત્યેની ફરજ બાબતની સમજણ આપી હતી ત્યારબાદ ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયેલા હતા. શાળાની ક્રિકેટ વિજેતા થયેલી ટીમને ટ્રોફી આપી ટીમનું ગૌરવપૂર્ણ રીતે માન વધાર્યું હતું સમાપનમાં ભારત માતાકી જય નાદ સાથે આચાર્ય તેમજ હેડમિસ્ટ્રેસ ઍ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.