Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેલવાસ GNLU માં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

સેલવાસ GNLU માં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૭ ઃ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, સિલ્વાસામાં કેમ્પસમાં આજે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જે ભારતના બંધારણને અપનાવવા અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શોને પુનઃપુષ્ટિ આપવાના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સંઘ પ્રદેશ પ્રશાસનના ઍનઍસઍસ અધિકારી ગૌરાંગ ઍચ. વોરા, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા, જેઓઍ સતત માર્ગદર્શન અને સમર્થન દ્વારા ઞ્ફન્શ્ સેલવાસમાં ફલ્લ્ યુનિટની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ ઉજવણીમાં ગૌરવપૂર્ણ ભાષણો, સાંસ્કૃતિક અને સંગીતમય પ્રદર્શન અને ઇનામ વિતરણનો સમાવેશ થતો હતો, જે બંધારણીય મૂલ્યો, રાષ્ટ્રીય સેવા અને જવાબદાર નાગરિકતા પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ ઉજવણી ઞ્ફન્શ્ સિલ્વાસાના રાષ્ટ્રીય સેવા યોજના (ફલ્લ્) યુનિટના નેજા હેઠળ યોજાઈ હતી.