Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પાનસમાં ભોયા કુળ પરિવારનું ૧૯ મું સ્નેહમિલન સંમેલન યોજાયું

પાનસમાં ભોયા કુળ પરિવારનું ૧૯ મું સ્નેહમિલન સંમેલન યોજાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૨૭ ઃ નાનાપોંઢા તાલુકા ના પાનસ ગામ ખાતે શ્રી ભોયાકુળ (કુકણા) પરિવાર ટ્રસ્ટ વલસાડ,નવસારી અને દાદરા નગર હવેલી નું ૧૯ મુ  ભવ્ય સ્નેહ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ માં ડાંગ ના ધારાસભ્ય અને વિધાનસભા ના ઉપદંડક વિજયભાઈ પટેલ ( ભોયા) ની વિશેષ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે વિજયભાઈ  ઍ ભોયા પરિવાર ના મોટી સંખ્યા માં સભ્યો ને જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું .કે આદિવાસી કુકણા સમાજ માં ચાલતી દીકરા દીકરીઓ ના લગ્નો માં દેખાદેખીથી ખૂબ મોટા ખર્ચાઓ કરે છે. આવા ખોટા ખર્ચાઓ થી બહાર આવવું પડશે.આજે દેખાદેખી થી ચાંદલા વગેરે વિધિ માં કેક કાપવી ઉપરાંત અન્ય દેખાદેખી થી ઉભી કરેલી નવી નવી રીતો માટે ખર્ચ ન કરવા જણાવ્યું અને બાળકો ના શિક્ષણ માટે ખર્ચ કરવો જોઈઍ, આ ઉપરાંત પોતાના કુળ માટે દરેકે સ્વાભિમાન લેવું જોઈઍ અને કુળ માટે યથાશક્તિ આર્થિક સહયોગ આપવો જોઈઍ, ભોયા કુળ પરિવાર ના દીકરો હોવાનું સ્વાભિમાન અને ગૌરવ હોવાનું જણાવી ઉપસ્થિત સૌ કોઈને ઉત્સાહીત કર્યા હતા, ભોયા કુળ પરિવાર સ્નેહ સંમેલન ના અધ્યક્ષ અને ટ્રસ્ટ ના પ્રમુખ મણિલાલ ઍસ ભોયા જણાવ્યું કે. ભોયા ળ ના જે વિધાર્થીઓ પ્ગ્ગ્લ્ કરતા હોય તેઓ ને પ્રથમ વર્ષે ટ્રસ્ટ  ૨૫ હજાર સહયોગ સાથે સન્માન કરે છે. આ ઉપરાંત બાળકો માં સંસ્કારો નું સિંચન થાય વધુ લગ્ન માં ખર્ચ ઓછા કરવા, ચાંદલા ની પ્રથા દૂર કરી સગાઈ માં ચા નાસ્તો જ રાખી ખર્ચ પર કાબુ રાખવાની હાકલ કરી હતી. આ કાર્યકમમાં સંસ્કૃતિ  કૃતિઓ રજુ કરી હતી જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંકી થઈ હતી. કંનસરી દેવીની આદિવાસ કુળ નું પરંપરા મુજબ પૂજા અર્ચના કરી હતી. આ કારક્રમમાં કરજવેરીના અગ્રણી ભાણાભાઈ ભોયા,નાનાપોંઢા તાલુકાના મામલતદાર નવીનભાઈ ચવરા, વલસાડ, ડાંગ, નવસારી અને દાદરા નગરહવેલી વિસ્તાર ભોયા કુળ પરિવારના તાલુકા પ્રમુખો ભૂસરા, જાદવ કુળના પ્રમુખો, વલસાડ જિલ્લા કુકણા સમાજના પ્રમુખ દિનેશભાઈ ખાંડવી, ભોયા કુળ પરિવાર ટ્રસ્ટના ઉપ પ્રમુખ મનુભાઈ ટી ભોયા, મંત્રી નવીનભાઈ ભોયા તથા ખૂબ મોટો સંખ્યા માં ભોયા કુળ પરિવાર ના સભ્યો હાજર રહ્ના હતા. આ કાર્યક્રમની આભાર વિધિ પાનસ ગામના અગ્રણી વલ્લભભાઈ ભોયા દ્વારા કરવામાં આવી હતી.