Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધમડાચી પ્રા. શાળામાં વરિષ્ઠ નાગરિકના હસ્તે ધ્વજવંદન

ધમડાચી પ્રા. શાળામાં વરિષ્ઠ નાગરિકના હસ્તે ધ્વજવંદન


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ  વલસાડ તાલુકાના ધમડાચી ગામે ૭૭ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગામના ૯૦ વર્ષે અનાવિલ વૃદ્ધના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
 દેશમાં ૨૬ જાન્યુઆરીના રોજ ૭૭ માં પ્રજાસત્તાક દિવસની ઉમરકાભેર ઉજવણી કરવામાં આવી છે.
ત્યારે વલસાડ નજીકના ધમડાચી ગામે રહેતા ૯૦ વર્ષીય વૃદ્ધ   રમણલાલ નાગરજી દેસાઈ ઉર્ફે રવો દાદા ના હસ્તે નમ્રચી મુખ્ય પ્રાથમિક શાળામાં  ગામજનોની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રહુ દાદાઍ દેશ અંગે રોચક ઉદબોધન કરતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઍ તાળીથી વધાવી લીધા હતા.
આ પ્રસંગે તમરાચી ગામના સરપંચ  અનિષાબેન પટેલ,  નિલેશભાઈ પટેલ, ગ્રામજનો ગ્રામ પંચાયત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.