Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની ઉપાસના સ્કૂલમાં ૭૭ માં પ્રજાસ્તાકદિનની ઉજવણી કરાઈ

વાપીની ઉપાસના સ્કૂલમાં ૭૭ માં પ્રજાસ્તાકદિનની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ  વાપીની ઉપાસના લાયન્સ ઈંગલીશ મીડીયમ સ્કૂલમાં ૭૭ માં પ્રજાસત્તાકદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાન તરીકે શાળાના ટ્રસ્ટી  રોહીનટન આર. ઍન્જિનિયર બિરાજમાન રહ્નાં. રોહીનટન આર. ઍન્જિનયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓઍ પરેડ યોજી ધ્વજને સલામી આપી. શાળાના વિદ્યાર્થીઓઍ નાટક, નૃત્ય, સ્પીચ વગેરે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.મુખ્ય મહેમાન રોહિનટન આર. ઍન્જિનિયરે પોતાના પ્રવચનમાં જણાવ્યુ કે રાષ્ટ્રના ભવિષ્યની જવાબદારી વિદ્યાર્થીઓ ઉપર જ છે. તેમને વિદ્યાર્થીઓને આર્દશ નાગરિક બનવા આહવાન કર્યુ. કાર્યક્રમમાં શાળાના વાઈસ ચેરમેન ડૉ. અજય આચાર્ય, ભક્તિ શાહ, અરવિંદભાઈ દેસાઈ, લાયન્સ કલબના પ્રમુખ કિરણબેન, શાળા સમિતિના સભ્યો, શાળાના આચાર્ય, ઉપઆચાર્ય, કો ઓર્ડિનેટર, શિક્ષકગણ, બિનશૈક્ષણિક ગણ તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્નાં હતાં. છેવટે રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડ્યા. વિદ્યાર્થીઓને ચોકલેટ વહેચવામાં આવી હતી.