વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રદેશ મંત્રી દ્વારા ધ્વજવંદન કરાયું
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ સમગ્ર દેશ મા ૭૭માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્ના છે, ત્યારે વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય પટાંગણમાં રાષ્ટ્રધ્વજ ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી ના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય મા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકીઍ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વ વિકસિત અને આત્મનિર્ભર ભારત મહત્તા સમઝાવી હતી તેમજ ભારતીય લોકતંત્રની મહત્વતા સમજાવતા જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં દરેક નાગરિક અને કાર્યકર્તાનો ફાળો અમૂલ્ય છે, તેમણે સૌને દેશહિતમાં કાર્ય કરવાના સહભાગી થવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા અને તાલુકાના વિવિધ પાંખના આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા, ધ્વજવંદન કાર્યક્રમમાં શહેર અને તાલુકા સંગઠનના વિવિધ હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ભાજપ કાર્યાલય ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓઍ ઍકબીજાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
