Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સુખેશમાં સરપંચ કપ ક્રિકેટ ટુર્ના. સંપન્ન

સુખેશમાં સરપંચ કપ  ક્રિકેટ ટુર્ના. સંપન્ન


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ પારડી તાલુકાના સુખેશ ગામમાં સતત નવમાં વર્ષે સરપંચ કાપ ૨૦૨૬ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસથી ટુર્નામેન્ટમાં સાચી ઇલેવન ટીમનો ફાઇનલમાં ભવ્ય વિજય થયો હતો ટીમને ૭૫ હજાર રૂપિયા નો રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. ૨૫ જાન્યુઆરીના રોજ આ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે અહીં સુખેશ ગામમાં ૨૫ જાન્યુઆરીના રોજ સરપંચ કપ ૨૦૨૫ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ભવ્ય શરૂઆત ગામના સરપંચ અને પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ પટેલ અને સુખેસ ગામના અગ્રણી નાગરિકોના હસ્તે કરવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષથી સરપંચ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુખેસ ગામના યુવા ખેલાડીઓની નવ જેટલી ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ગામના નાગરિકો અને વડીલો ગ્રામ પંચાયતના સભ્યો તમામ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે સામેલ થયા હતા. ખેલાડીઓઍ ખેલ દિલી પૂર્વક રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરી છે જે ટુર્નામેન્ટ ૨૬ તારીખે પ્રજાસત્તાક દિન નિમિત્તે પૂર્ણ થઈ હતી ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સાચી ઇલેવન ટીમનો ભવ્ય વિજય થયો હતો ગામના સરપંચ અને ભારતીય જનતા પાર્ટી તાલુકાના પ્રમુખ પુનિતભાઈ પટેલ અને મહાનુભાવના હસ્તે ફાઇનલ વિજેતા તેમને રૂપિયા ૭૫ હજારનો રોકણ ઈનામ આપી પંચાયત કરવામાં આવ્યા હતા ખરેખર નાનકડા ગામમાં આવી ટુર્નામેન્ટ જે ખર્ચાળ હોય પરંતુ યુવાનોને અનેરી પ્રેરણા આપતી હોય છે જે ટુર્નામેન્ટનું આયોજન યુવાનો માટે ઍક પ્રેરણા સ્ત્રોત છે.