Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડી પાલિકના સફાઈ કર્મીઅોનું સન્માન કરાયું

પારડી પાલિકના સફાઈ કર્મીઅોનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ ૭૭માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ લોન્ચ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કાર્યરત સફાઈ કર્મચારી ઓ પેકી દરેક મહિને શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતાં કર્મચારીઓની પસંદગી કરીને તેઓની માસિક ધોરણે ઍવોર્ડ તથા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન રૂપે. રૂ.૧૦૦૦૦ અંકે દસ હજાર રૂપિયા પુરાની સહાય તેમજ ડ્રાઇવર ભાઈઓને સન્માનપત્ર  પારડી નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર  આરોગ્ય ચેરમેન તેમજ સભ્યઓ દ્વારા સન્માનીત  કરવામાં  આવ્યા હતા.
પાંચ સફાઈ કર્મચારીઓ  મીનાબેન નટુભાઇ સોલંકી, ધનુબેન જશવંતભાઈ સોલંકી, સંગિતાબેન રમેશભાઈ સોલંકી, રવિભાઈ મારુતિ સિંદે, હેમાબેન કમલેશભાઈ ચૌહાણ નો સમાવેશ થાય છે.