બગવાડાની ડી.જે. સાર્વ. હાઈ.માં ૭૭મો ગણતંત્રદિન ઉજવાયો
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણમાં પ્રવૃત્ત ઍવી શ્રી બગવાડા પરગણા જૈન ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી.ઍચ.ઍન્ડ ડી.જે.સાર્વજનિક હાઇસ્કૂલ, બગવાડામાં ૭૭માં ગણતંત્રદિનની માનપૂર્વક ઉજવણી થઇ હતી.શાળામાં ધ્વજવંદન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.ં આ પ્રસંગે શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ, હાલ ઇ.ચા. પ્રમુખ ઉજેશભાઈ શાહ, ટ્રસ્ટી આસિતભાઈ શાહ, કમિટી સભ્ય જયેશભાઈ શાહ તેમજ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્ના હતા શાળાના વ્યાયામ શિક્ષક નયનભાઈ ટંડેલ દ્વારા મુખ્ય મહેમાન મંત્રી દિનેશભાઈ શાહને ધ્વજવંદન માટે દોરી જવામાં આવ્યા હતા શાળાના સંગીત શિક્ષક શૈલેશભાઇ પટેલ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન સાથે ઉપસ્થિત સૌ મહેમાનો, આચાર્યા શિક્ષકમિત્રો, વાલી મિત્રોઍ તેમજ વિદ્યાર્થીઓઍ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી મહેમાનોના સ્થાન ગ્રહણ બાદ શાળાની પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની વૃંદે દેશભક્તિ ગીત રજૂ કર્યુ હતું. સૌને અભિનંદન પાઠવ્યા હતા અને નવા શાળા મકાનના આયોજનની ઉદ્ઘોષણા કરી હતી અને વિદ્યાર્થીઓને સંબોધન કયુ હતું.
શાળાના આચાર્યા અલ્પાબેન નાયકે પ્રસંગોચિત અર્થસભર અને અસરકારક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને દેશના બંધારણી વિસ્તૃત માહિતી સાથે કર્તવ્યની વાત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા વૈશાલીબેન પટેલે કર્યું હતું.
