Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાનાવાઘછીપામાં શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો

નાનાવાઘછીપામાં શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ  પારડીના નાનાવાઘછીપા ગામે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર નો ૧૫ મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પારડી તાલુકાના નાનાવાઘછીપા દેસાઈ ફળિયા ખાતે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે સવાર થી જ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં સવારે મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરતા ત્રણ જોડા યજ્ઞમાં બેઠા હતા. જે બાદ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના ભક્તોઍ લાભ લીધો હતો. આ પ્રસંગે ગામના વડીલો, અગ્રણીઓ, યુવાઓ, મહિલાઓ ઉપસ્થિત રહી ૧૫ મો પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.